Diploma Admission - 2021 Gujarat Diploma Engineering Registration for Diploma Admission is Started on www.gujdiploma.nic.in  Registration for Diploma 2021

ડિપ્લોમા ઇજનેરી ના ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટેના તબક્કા

  1. ઉમેદવાર દ્વારા ઓન-લાઇન રજીસ્ટ્રેશન કરવું (રજીસ્ટ્રેશન www.gujdiploma.nic.in પર થશે)

  2. રજીસ્ટ્રેશનનાં CONFIRMATION માટે હેલ્પ સેન્ટર ખાતે (જરૂરિયાત મુજબ) જઇને પ્રક્રિયા પૂર્ણ કરવી. (હેલ્પ સેન્ટરની યાદી www.acpdc.co.in પર ઉપલબ્ધ છે.)

  3. ACPDC દ્ધારા મેરીટ-લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેને www.acpdc.co.in પર મૂકવામાં આવશે.

  4. ઉમેદવાર દ્વારા પોતાની પસંદગીની સંસ્થા તેમજ વિદ્યાશાખા/અભ્યાસક્રમની ક્રમાનુસાર ગોઠવણી કરવી. (ઓન-લાઇન ચોઇસ ફીલિંગ)

  5. ACPDC ઉમેદવારને સંસ્થા તેમજ વિદ્યાશાખા/અભ્યાસક્રમમાં પ્રવેશની ફાળવણી કરશે.

  6. ઉમેદવારે લાગુ પડતી ટોકન ફી ઓનલાઇન ભરીને પ્રવેશ કાયમ કરવો. સમયમર્યાદાનુ ધ્યાન રાખવુ.

ACPDC દ્વારા કરવામાં આવનાર ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી બાબતે જરૂરી સૂચનાઓ

  1. ઉમેદવારે અન્ય કોઇ માધ્યમનો કે વેબસાઇટનો ઉપયોગ કરીને ગેરમાર્ગે દોરાવું નહિ.

  2. User ID અને પાસવર્ડની ગુપ્તતા જાળવવી.

  3. વેબસાઇટનો વિગતવાર અભ્યાસ કરવો.

  4. ગત વર્ષની ડિપ્લોમા પ્રવેશ માટેની ઉપલબ્ધ બેઠકો અને CUTOFF (છેલ્લો પ્રવેશ કેટલા મેરીટ પર ભરાયેલ)નો અભ્યાસ કરી લેવો. બિન અધિકૃત વ્યક્તિઓના દોરવાયે નિર્ણયો લેવા નહિ.

  5. ઉમેદવારે પ્રવેશ પ્રક્રિયા માટે અન્ય કોઇપણ બિનસત્તાવાર સ્ત્રોત અથવા માહિતી પર આધાર રાખવો નહિ.

  6. ઉમેદવારે પ્રવેશ પ્રક્રિયા બાબતે ACPDC દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ હેલ્પ સેન્ટરનો ઉપયોગ કરવો હિતાવહ છે.

  7. હેલ્પ સેન્ટર ખાતે અથવા પ્રવેશ મેળવેલ સંસ્થા ખાતે ચકાસણી માટે અસલ દસ્તાવેજો રજુ કરવા પણ જમા કરાવવા નહિ.